કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 133

  • 784
  • 1
  • 350

દેવાંશ કવિશાની નજીક આવ્યો અને તેના હાથમાં પોતાનો હાથ પરોવીને તેને મીટીંગ હોલ તરફ ખેંચી ગયો...પ્રાપ્તિ એક સુંદર યુગલને જતાં જોઈ રહી..અને મનમાં ને મનમાં બબડી પણ ખરી, "નાઈસ કપલ"મીટીંગમાં એન્યુઅલ ફંક્શનની ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી...સૌ પ્રથમ જેને પ્રોગ્રામમાં ભાગ લેવાની ઈચ્છા હોય તેમણે પોતાના નામ લખાવી દેવાના હતા...ડ્રામા, ડાન્સ, ગરબા, એક પાત્રી અભિનય અને કેટવોક જેવા મજેદાર કાર્યક્રમો આ ફંક્શનમાં દર વર્ષે જોર શોરથી ઉજવાતા હતા અને તેમાં કોલેજના રસીલા વિધ્યાર્થીઓ હરખભેર ભાગ લેતા હતા..દેવાંશે પોતાનું અને કવિશાનું નામ ડાન્સ અને ડ્રામા બંનેમાં લખાવી દીધું હતું...કવિશા આ પ્રોગ્રામમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી રહી હતી... અને દેવાંશ તેની