પ્રેમસંયોગ - 3

ધ્યાંશી શિવાંશ એટલે કે એના બોસ દ્વારા બોલાયેલા ઊંચા અવાજ અને શબ્દોથી આઘાતમાં હતી. રડતી રડતી એ બહાર તરફ જવા દરવાજો ખોલતી હતી ત્યાં જ એને ચક્કર આવ્યા. ચક્કર ખાઈને એ નીચે પડવા જ જતી હતી ત્યાં જ એને કોઈએ પોતાની મજબૂત બાહોમાં લઈ લીધી. એ મજબૂત હાથ બીજો કોઇનો નહીં પણ ખુદ શિવાંશ એટલે કે ધ્યાંશીના બોસ નો જ હતો! શિવાંશે ધ્યાંશીને ઊંચકીને કેબિનમાં રાખેલા સોફા પર જાળવીને સૂવડાવી અને ફટાફટ જઈને ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ લઈને આવ્યો. પાણીના ગ્લાસમાંથી પાણી હાથમાં લઈને એણે ધ્યાંશી પર છાંટ્યું અને એને હલબલાવીને બોલાવવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ ધ્યાંશીની આંખ પણ ના ખુલી