ગ્રંથાલય દ્વારા સમાજ પરિવર્તન

  • 286
  • 84

લેખ:- ગ્રંથાલય દ્વારા સમાજ પરિવર્તન.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નોંધ:- આ મારો સ્વરચિત લેખ છે. લેખમાં રજૂ કરેલાં તમામ વિચારો મારા પોતાનાં છે. તેમજ રાજકોટ ખાતેની એક નિબંધ સ્પર્ધામાં તૃતીય ક્રમે વિજેતા જાહેર થયેલ છે. 'એક પુસ્તક સો મિત્રોની ગરજ સારે', 'પુસ્તક એ વફાદાર મિત્ર છે.' આવા તો અનેક વાક્યો આપણે પુસ્તકો વિશે જાણીએ છીએ. વિચારો કે જો એક પુસ્તક માટે આટલી બધી મહત્તા વર્ણવાઈ હોય એ પુસ્તકને સમાવતું ગ્રંથાલય કેટલું કામનું હશે!!! બરાબર ને? આપણાં ઘરમાં કદાચ આપણે પુસ્તકો રાખતાં હોઈએ છીએ, પરંતુ એ મર્યાદિત સંખ્યામાં હોય છે. આપણી આર્થિક સગવડતાને આધારે હોય છે. જો ખરેખર જ આપણે વાંચવાના શોખ