અભિન્ન - ભાગ 5

અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટેરીસમાં ઉભા રહીને ગાર્ડનનો નજારો જોઈ રહ્યો હતો. એટલામાં એને શોધતા મહેશ પગથિયાં ચડી ત્યાં આવી પહોંચ્યો."અરે યાર! તમે અહીં છો." એનો અવાજ સાંભળતા રાહુલનું ધ્યાન એના તરફ ગયું. "તમને ખબર છે? હું ક્યારનોય તમને આખા ઘરમાં શોધું છું."તે તેને કહેવા લાગ્યો, "હા બસ, થોડું ખુલી હવા ખાવાનું મન થયું એટલે અહીં આવી ગયો."મહેશ તેને કહેવા લાગ્યો; "અને આમેય પણ, તમે જયારે ટેંશનમાં કે નર્વસ હોઉ, અથવા કંઈક યાદ કરતા હોઉ છો ત્યારે આમ એકલા જ રહો છો."તેની વાત પર હળવું સ્મિત આપતાં તે બોલ્યો; "હકીકત તો એ છે કે પ્રીતિને