વિદ્યાએ જે કહ્યું એ સાંભળી મિહિરે રસ્તાની એક બાજુ ગાડી રોકી દીધી. "વિદ્યા! આ તું શું બોલે છે? રોની...?" મિહિરે વિસ્મય થઈને અધૂરો સવાલ કર્યો. વિદ્યાના ચિત્તમાં રોનીનો એ કાળો ચેહરો આવ્યો. એને એ રાત યાદ આવી જ્યારે એને ખતમ કરી નાખવાનાં ઈરાદા સાથે એ ત્રણેય આવ્યા, એના માથાના વાળ કાપવામાં આવ્યા અને વસ્ત્રો ફાડી રસ્તા પર ધક્કાવી દેવામાં આવી. આંખો ખોલી એક શ્વાસ લીધો અને એ બોલી, "બહુ થઈ ગયું હવે. એનો અંત કરવો જ રહ્યો." રમણે કહ્યું, "વિદ્યા, તે શું કરવાનું ધાર્યું છે?" "મેં બધો વિચાર કરી લીધો છે રમણભાઈ. બસ મારે તમારા બંનેની મદદ જોઈએ. એ રાક્ષેશને