'દ્રઢ આત્મશ્રદ્ધા' એ જીવનનું હોકાયંત્ર છે .તું તારાં હૃદયનો દીવો થા ને વાંચા આપી શકે અંતરને તે સધિયારો થા ને ... તકલીફ, પીડા, ખુશી કે ઉમંગ માંહ્યલામા ઉજવી શકું ક્ષણને તેઓ આગિયો થા ને .તું જ તારાં જીવનનો, મણિયારો થા ને. કંઈ કેટલીયે અનિશ્ચિતતાઓથી ભરેલું જીવન, કંઈ કેટલાય આશ્ચર્યોને ઉજવતું જીવન, કંઈ કેટલાય આઘાતોને પચાવતું જીવન અને કંઈ કેટલાય લાગણીના રોપાઓને ઉછેરતું જીવન "તક્ષણ" જીવી શકવાની, મુશ્કેલીઓમાંથી મહોરી શકવાની, અંતરના અવાજને અનુસરી શકવાની તાકાત, હિંમત અને શ્રદ્ધા પર આધાર રાખે છે . તણાઈ જવું સહેલું છે , આત્મશ્રદ્ધાના