(ગૌતમે આત્મહત્યા કરી લીધી...હવે આગળ)હું બેભાન અવસ્થા માથી જાગ્યો અને જોયું તો લોકોના ટોળા હતા ત્યાં. માસી અને તેમના કુટુંબીજનો આક્રંદ કરી રહ્યા હતા. વાતાવરણ એકદમ ડરામણું હતું. મને પિતાજી ઘરે લઈ ગયા. થોડી વાર બાદ ગામના લોકોએ અને અમે બધા મિત્રો અંતિમયાત્રામાં જોડાયા. ક્યારેય વિચાર્યુ ન હતું કે અમારો મિત્ર અમને આમ છોડીને જતો રહેશે. સમયનું ચક્ર ક્યારેય થોભતું હોતુ નથી, સમય પસાર થતો ગયો. અમારો આગળનો અભ્યાસ શરુ થઈ ગયો પણ એ મિત્ર અમારો અમારા દિલના દરવાજા આગળ જ બેસી રહ્યો.હવે હું, અજય અને અંકિત એક જ ક્લાસમાં હતા પણ મારી એ રાધા અને મિરા એટલે કે વર્ષા