પ્રેમતૃષ્ણા - ભાગ 20

અહી અવની ક્લાસ રૂમ માં આવે છે ત્યાં જુવે છે કે આખોય ક્લાસ રૂમ શાંત હોઇ છે .“ શું થયું તમે બધા કેમ શાંત છો " અવની એ આરવી ને પૂછ્યું ." કાઈ નઈ " આરવી એ ટુંકો ઉતર આપ્યો ." તો આ સ્નેહા અને પાર્થ નું મોઢું કેમ ઉતરેલ છે ? " અવની એ સામે પ્રશ્નાર્થ કર્યો ." કાઈ નઈ અલા , નવા પ્રોફેસર આવ્યા હતા તો આ બંને કઈક એમના ચાલું લેક્ચર માં વાત કરી રહ્યા હતા તો બંને ને ક્લાસ માં થી બહાર કાઢી મૂક્યા . " આરવી બોલી ." નવા પ્રોફેસર કોણ ?? " અવની એ