લૉગઆઉટ

  • 182
  • 54

લૉગઆઉટ- રાકેશ ઠક્કરબાબિલ ખાન પર ‘નેપો કિડ્સ’નો ટેગ લાગેલો હોવા છતાં એણે OTT પરની ફિલ્મ ‘લૉગઆઉટ’ (2025) થી સારા અભિનેતાની યાદીમાં પ્રવેશ મેળવ્યો છે અને એવી આશા જગાવી છે કે પિતા ઈરફાન ખાનનો અભિનય વારસો સાચવશે. આમ પણ અગાઉ ‘કલા’ થી શરૂઆત કરીને ‘રેલવે મેન’ જેવી વેબસિરીઝ કરનાર બાબિલ પર પિતાના વારસાને સાચવવાનું દબાણ તો હંમેશા રહેવાનું છે. એણે ફિલ્મોમાં પિતાની જેમ દેખાવાને બદલે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવાની છે. બાબિલે આખી ફિલ્મમાં છવાઈ જવાની જે તક મળી છે એને વ્યર્થ જવા દીધી નથી.સોશિયલ મીડિયાના વિષયવાળી આ ફિલ્મ વિશે મીડિયામાં એવું કહેવાયું છે કે બાબિલે બીજા સ્ટાર કિડ્સ કરતાં સારું કામ કર્યું છે. સમીક્ષકોએ ‘લૉગઆઉટ’ જોવાનું એકમાત્ર કારણ બાબિલને ગણ્યો