રક્ષાબંધનની સાક્ષી: વીર ઉગાવાળાનો નમેલો પાળિયો

  • 308
  • 84

જૂનાગઢના ઇતિહાસમાં એક એવી સત્ય ઘટના અંકિત છે, જે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને ક્ષત્રિય ટેકના અનોખા સમન્વયને દર્શાવે છે. આ વાત છે રા' કવાટ અને તેમના ભાણેજ ઉગાવાળાની. બંને મામા-ભાણેજ રાણી સેનામાં શૂરવીર યોદ્ધા તરીકે જાણીતા હતા અને અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. પરંતુ, સમય જતાં તેમના સંબંધોમાં તણાવ આવ્યો. એક દિવસ વાતચીત દરમિયાન ઉગાવાળાએ રા' કવાટને કહી દીધું કે આ રાજ્ય તેમની અને મામાની સહિયારી તાકાતથી ચાલે છે, બાકી એકલા મામા કંઈ કરી શકે તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે જુનાગઢના વખાણ તેમના લીધે થાય છે, બાકી તેમની કોઈ ખાસ તાકાત નથી કે આખો સોરઠ દેશ તેમને ઓળખે.