એક દિવસ હું મારા ઘરે ગઈ હતી. ત્યાં પપ્પાએ મને અચાનક જ પૂછ્યું કે તું ખુશ છે ને સાસરામાં ? મેં હા પાડી. કે હા હું ખુશ છું. કોઈ તકલીફ નથી. તો પપ્પાએ કહ્યું તારા સાસુ મને મંદિરમાં મળ્યા હતા. એમણે કહ્યું કે તમારી છોકરી રોજ રડે છે એને લઈ જાવ તમારા ઘરે. તમને ખબર હશે કે મમ્મી મહિનામાં એકવાર વહેલી સવારે શહેર જતા અને માર્કેટમાંથી જરૂરી સામાન લઈ આવતા અને સાથે એ મંદિરે પણ જતાં જ્યાં પપ્પા વર્ષોથી રોજ સવારે જાય. એમ જ એક દિવસ મમ્મી પપ્પાને મળી ગયા હશે ને આવી વાત કરી. મેં પપ્પાને કહ્યું કે ના