ધ્યાંશી કેબિનમાં પ્રવેશી ત્યારે કેબીનનું વાતાવરણ એકદમ શાંત હતું. શાંત વાતાવરણથી ધ્યાંશીના હૃદયના ધબકારા જે પહેલેથી અહીંયા આવવાના લીધે વધ્યા હતા એ થોડા ઓર તેજ વધ્યા. "કામ ડાઉન ધ્યાંશી... આજે તો આ પાર કે પેલે પાર પણ ચુકાદો તો લાવવો જ પડશે. આમને આમ થોડું સહન કરતું રહેવાશે!" ધ્યાંશી પોતાને ને પોતાને મનમાં આગળની પરિસ્થિતિ માટે તૈયાર કરતી હતી. જો કે પોતાના મનને ગમે તેટલું સમજાવવા છતાં પણ આજે ખબર નહીં કેમ પણ એના મનને કાઇક અમંગળ થવાનું છે એવી દહેશત થયે રાખતી હતી."મે આઈ કમ ઇન?" ધ્યાંશીએ એકદમ વિનમ્રતાથી અંદર આવવા માટે પરમિશન માંગી."યેસ" એકદમ કડકાઈ વાળો અવાજ ધ્યાંશીના કાને