{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સતિષભાઈને હાર્ટ એટેક આવ્યો છે. અને એક તરફ પ્રતાપ પોતાનો ગુનો કબૂલ કરીને કેમ આરાધના સાથે આમ કર્યું તેનું હકીકત જણાવી રહ્યો હોય છે હવે જોઈએ આગળ... } પ્રતાપના ગુના બદલ પોલીસના કઠોર વર્તન બાદ પ્રતાપે પોતાનો ગુનો કબુલ કરતા કહ્યું કે... મેં આરાધનાને જ્યારથી જોઈ ત્યારથી તે મને ખૂબ જ ગમતી હતી. હું તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો...( બે વર્ષ પહેલા.. ) કોલેજનું એન્યુઅલ ફંકશન ચાલી રહ્યું હતું. તેમાં આરાધના પરીખનું નામ પફોર્મન્સ માટે અનાઉન્સ કરવામાં આવ્યું..