' ગર્ભપાત - ૪ ' ભીમાએ બતાવેલું દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા દરેકનાં રૂંવાડા ઊભાં થઈ જાય છે. બધાંએ જોયું કે ઉપરના ઓરડાઓની વચ્ચે નીચે આવવાની સીડી પર માહિબાનો મૃતદેહ લટકી રહ્યો હતો. માહિબાની અડધી સાડી તેમના ગળામાં થઈને સીડીઓ પર બનાવેલ લાકડાની આડશ વચ્ચેના ભાગમાં વીંટળાઈ ગઈ હોય છે. માહિબાની આંખોના ડોળા અને જીભ પણ બહાર નીકળી ગઈ હોય છે. આવું ભયાનક દ્રશ્ય જોઈને સાવિત્રીના મોંઢામાંથી જોરદાર ચીખ નીકળી જાય છે..મમતાબાની પણ બેભાન જેવી હાલત થઈ જાય છે. માહિબાનું આમ અચાનક મોત થયું એ વાત કોઈના ગળે ઉતરતી નહોતી. " મેં પ્રતાપસિંહને બોલાવવા માટે માણસો મોકલી દીધા છે,