ગર્ભપાત - ૩ ઢીંગલી અચાનક સોફા પરથી ઊભી થઈ અને એક વિચિત્ર પ્રકારનું અટ્ટહાસ્ય કરતી હવામાં અધ્ધર થઈ. તેના ભૂરા અને રેશમી વાળ ચારે બાજુ હવામાં ઉડવા લાગ્યા. એકદમ સોહામણી અને રૂપાળી લાગતી તે ઢીંગલી અત્યારે કોઈ બિહામણી ચુડેલ હોય તેવી લાગી રહી હતી.... માહિબાની હાલત અત્યારે કફોડી હતી. આવી અગોચર ઘટના નજરોનજર નિહાળીને તે જાણે કોઈ પૂતળું હોય એમ એક જગ્યાએ ખોડાઈને ઊભાં રહી ગયાં હતાં. ઢીંગલીનું ભયાનક રૂપ જોઈને એને તેની સામું જોવાની હિંમત નહોતી થઈ રહી. માહિબાએ સાંભળ્યું હતું કે જો કોઈ ભૂત કે ચૂડેલની આંખોમાં જુએ તો એ સામેના વ્યક્તિના શરીર પર કબજો કરી લેશે. અત્યારે