ગ્રાઉન્ડ ઝીરો

  • 206
  • 58

ગ્રાઉન્ડ ઝીરો- રાકેશ ઠક્કર         દર્શકો વધુ ઇમોશન અનુભવી શકે એવી તાકાત ઈમરાન હાશમીની ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ માં નથી. વાસ્તવિક વાર્તા ખરેખર વાસ્તવિક લાગે એવી રીતે રજૂ કરવામાં નિર્દેશક તેજસ પ્રભા સફળ રહ્યા નથી. બી.એસ.એફ.ના જવાન પર પહેલી વખત ફિલ્મ બની છે. એ પાત્ર માટે ઈમરાનની કદ કાઠી બરાબર છે પણ તે ઇમોશનમાં અને પાત્રની પ્રતિતી કરાવવામાં કાચો પડ્યો છે. દર્શકો એને બી.એસ.એફ.ના જવાન તરીકે માની લે એવું કામ નથી.         ફિલ્મ વાસ્તવિક વાર્તા પરથી બની છે પણ નિર્દેશકે ઇમોશન વગર બનાવી હોવાથી દર્શકો એની સાથે જોડાઈ શકતા નથી. ઇમરાને ‘સેલ્ફી’ અને ‘ટાઈગર 3’ માં પોતાની ઇમેજ તોડવાનો પ્રયત્ન કર્યો છે. એવી જ રીતે એણે ‘ગ્રાઉન્ડ ઝીરો’ માં જૂની ઇમેજ