ભાગવત રહસ્ય - 274

  • 188

ભાગવત રહસ્ય - ૨૭૪   શંકરાચાર્ય ગીતાના શ્લોકની વ્યાખ્યા કરતાં કહે છે કે-જીવ ઈશ્વરના અંશ જેવો છે પણ અંશ નથી.જીવ ઈશ્વરનો અંશ ના હોઈ શકે,કારણ ઈશ્વરના ટુકડા થઇ શકે નહિ. આત્મા ને પરમાત્મા એક જ છે.ઈશ્વરમાંથી અંશ નીકળી શકે જ નહીં. જીવ અને ઈશ્વર એક જ છે.પણ આ જે ભેદ ભાસે છે તે અજ્ઞાનથી (અવિદ્યાથી) ભાસે છે.આ ભેદ એ ઔપાધિક ભેદ છે.ઉપાધિ થી (માયાથી) ભેદ ભાસે છે,પણ તત્વ-દૃષ્ટિથી ભેદ નથી.   ભેદના બે પ્રકારો છે, (૧) સ્વતસિદ્ધ ભેદ-ઘોડા અને ગાયનો ભેદ.ઘોડો એ ગાય થઇ શકે નહિ અને ગાય એ ઘોડો થઇ શકે નહિ. (૨) ઔપાધિક ભેદ-પાણી નું વાસ્તવિક સ્વરૂપ એ