ભાગવત રહસ્ય - ૨૭૨ નિંદ્રામાં મન કોઈ વિષય તરફ જતું નથી,એટલે કે તે નિર્વિષય બને છે,અને જગત ભુલાય છે.અને જેથી નિંદ્રામાં સુખ અનુભવાય છે. સમાધિમાં પણ જગત ભુલાય છે પણ નિંદ્રા ને સમાધિમાં તફાવત છે.સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે,ચિત્તવૃત્તિ નો નિરોધ થાય છે. અને મન પૂર્ણપણે નિર્વિષય થઇ જાય છે, જયારે નિંદ્રામાં મન પૂર્ણપણે નિર્વિષય થતું નથી. શંકરાચાર્યે શિવમાનસ પૂજાસ્તોત્ર માં કહ્યું છે-કે- આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણામ શરીરંગૃહ,પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. (તમે મારા આત્મા છો,બુદ્ધિ પાર્વતી છે,પ્રાણ આપના ગણ-પોઠીયા છે,શરીર તમારું મંદિર છે,સંપૂર્ણ વિષયભોગોની રચના તમારી પૂજા છે,નિંદ્રા સમાધિ-સ્થિતિ છે) નિંદ્રામાં