ભાગવત રહસ્ય - 271

ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી,કનૈયો આવે છે,તેવી તમને ખબર પડે છે,તો તે આવવાનો હોય તે દિવસે માખણ તમારા ઘરમાં ના રાખો,કોઈ આડોશી-પાડોશીના ઘેર મૂકી આવો.બે-ચાર વખત ફેરો ખાલી જશે, પછી તે નહિ આવે.ત્યારે ગોપી બોલી-કે-મા તમે જે શિખામણ આપો છો તે પણ અમે કરી જોયો છે,પણ તે કામમાં આવે તેમ નથી. મા,તમને શું કહું ?એક દિવસ કનૈયો મને રસ્તામાં મળ્યો,મારી સામું જોઈ હસવા લાગ્યો.અને મને કહે છે-કે-આવતી કાલે હું ત્યારે ત્યાં આવીશ. હું ઘેર આવી અને બધું માખણ મારે પિયર મૂકી આવી,ઘરમાં કશું રાખ્યું નહિ,   બીજે દિવસે કનૈયો આવ્યો,ઘરમાં જુએ તો માખણ મળ્યું