આકાશની hug કરવાની વાત થી પ્રતીક્ષા થોડી મૂંઝવણ અનુભવતી થઈ ગઈ હતી. એ સમજી નોતી સકતી કે શું બની રહ્યું છે. તેણે આકાશને મેસેજ કરવા ઓછા કરી દીધા. પરંતુ જ્યારે પણ નવરી પડતી તેની યાદ માં ઘેરાઈ જતી. તેને મન થયું કે, ક્યાંક ફરી આવવાથી તેનું મન શાંત થઈ જસે એવું વિચારીને તે ફરવા નીકળી ગઈ. કુદરતી મસ્ત માહોલ માં તેનું મન બીજી દિશા તરફ વળવા માંડ્યું. પણ પ્રકૃતિના સાનિધ્યમાં આકાશની યાદોનું વંટોળ પણ તેને ઘેરાઈ વળતું હતું. તેણે તેને મેસેજ કર્યો પણ આકાશ તેના પારિવારિક કામો માં વ્યસ્ત હોવાથી કઈજ ઉત્તર ન આપ્યો. અચાનક એક દિવસ પ્રતીક્ષાનો ફોન