ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 36શિર્ષક:- સાધુ-છોકરો ભગાડ્યો.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 36. "સાધુ-છોકરો ભગાડ્યો."માત્ર હિન્દુ ધર્મમાં જ નહિ, જ્યાં જ્યાં સાધુ થવાની પ્રક્રિયા અસ્તિત્વ ધરાવે છે, ત્યાં ત્યાં સાધુ થવાનાં કારણો તથા પ્રકારો સરખાં જોવા મળે છે. શાસ્ત્રીય પ્રકારનો કોઈ વૈરાગ્ય થાય અને ઘરસંસારમાં મન ન લાગે એટલે તેવી વ્યક્તિ સાધુ થાય. તીવ્ર વૈરાગ્યથી સાધુ થયેલી વ્યક્તિ પણ જીવનભર વૈરાગ્યવાન રહી શકશે તેની કોઈ ખાતરી ન કહેવાય. કારણ કે મનના ભાવો તથા બુદ્ધિના નિર્ણયો ક્યારે પલટો ખાશે તે કહી શકાય નહિ. છતાં પણ સાધુ થવા માટે એક માત્ર પ્રબળ કારણ વૈરાગ્યને