સુખં ક્ષણિકમ દુખં ક્ષણિકમ यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। श्रीमद भगवद गीता સુખ અને દુઃખને શાંત ભાવે સહન કરવાનું નામ તિતિક્ષા છે, જે ઉપનિષદો અનુસાર આત્મસાક્ષાત્કાર માટે એક આવશ્યક ગુણ છે. આ જ ધ્યાનમાં રાખીને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ પ્રકારની તિતિક્ષાથી સંપન્ન વ્યક્તિ મોક્ષનો અધિકારી બને છે. સાગરે સર્વ તીર્થાનિ સાગરના કિનારે બેસી, જ્યારે નજર તેના અથાગ વિસ્તાર પર પડે, ત્યારે ભારતીના સમયની ગહનતા હૃદયને સ્પર્શે. એવું લાગે કે આ સમુદ્ર, પોતાની ઉદ્દામ લહેરોમાં, આખી પૃથ્વીને ગળી જશે. પણ જ્યારે ઓટનો સમય આવે, અને પાણી દૂર ખસે, ત્યારે એક અજાણી શૂન્યતા