30. મંત્રેલું લીંબુએ પ્રોફેસર પ્રોફેસર જેવા હતા. નહોતા બહુ કડક કે નહોતા સાવ નમ્ર. વિદ્યાર્થીઓમાં ખૂબ લાડીલા કે લોકપ્રિય પણ નહીં અને કોઈને એમની પ્રત્યે અણગમો પણ નહીં. એમાં ના નહીં કે તેઓ ભણાવતા ખૂબ સારું. એક મુદ્દો પકડી દાખલા, દલીલોથી વિસ્તારથી સમજાવે, વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછે, લેક્ચર પછી થોડો સમય તેમના પ્રશ્નોના જવાબો પણ આપે.એમાં કોઈ તોફાની વિદ્યાર્થી સાથે તેમને જામી ગઈ. તેઓ ખોટી કડકાઈ બતાવતા ન હતા પણ હતા નો નોન્સેન્સ માં માનનારા. એમણે ચાલુ ક્લાસે કોઈ વિદ્યાર્થી મઝાક મસ્તી કરતો હતો તેને પકડી પાડ્યો અને ક્લાસ વચ્ચે ધમકાવ્યો. પેલો એ વખતે પણ થોડો જ વખત ચૂપ રહ્યો. થોડી