ત્રણ માસના લાંબા સમય પછી કલાવતી અને બારોટ સાહેબને એકબીજાને મળવાનો સમય મળ્યો હતો . આ વખતે તેમણે મળવાનું સ્થળ જયપુર પસંદ કર્યું હતું . ને જયપુરની સેવન સ્ટાર હોટલ 'ધ લેંગ્વેજ' માં ડીલક્ષ રૂમ પણ એડવાન્સ બુકિંગ થઈ ગયો હતો .તેમની આ મુલાકાત અતિ ગુપ્ત હતી. કલાવતી અમદાવાદથી જયપુર પ્લેન માં આવી હતી. જ્યારે બારોટ સાહેબ દિલ્હી થી પ્લેનમાં જય પુર આવ્યા હતા. બંન્ને એ હોટલના વિશાળ ડાઇનિંગ હોલ માં ડિનર લીધું હતું .અને પછી પોતાના 'ડીલક્ષ રૂમ' માં આવ્યાં હતાં .બારોટ સાહેબે જોયું કે આ વખતે કલાવતી ના ચહેરા ઉપર પહેલાં કરતાં વધુ તેજ પ્રગટતું હતું. વિશાળ ડબલ