૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા નરાધમ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ થયા એ બદલ હું ખૂબ દુઃખ અનુભવું છું. આ ઘટના સંપૂર્ણ માનવતા માટે કલંકરૂપ છે.આપણે શહીદ થયેલા સર્વાત્માઓને વંદન અને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આ અમાનવીય આતંકી હિંસા સામે હું તીવ્ર ગુસ્સો વ્યક્ત કરું છું અને માંગ કરૂ છું કે આવા દહેશતવાદીઓનો શસ્ત્રબળથી સમૂળ નાશ થાય. શાંતિ અને માનવતાના શત્રુઓ માટે આપણી ભૂમિ પર કોઈ સ્થાન નથી અને ન કદી રહેશે.------------------------------------------------------------------ તક્ષશિલાના ગગનચુંબી દૃશ્યપટ ઉપર અંધકાર ધીમે ધીમે પથરાઈ રહ્યો હતો. મહારાજ આર્યનનું શાસન એક દાયકાથી રાજ્યને સુશોભિત અને સુરક્ષિત રાખી રહ્યું હતું, પરંતુ હવે સિંહાસન માટેનો સૌથી મહત્વપૂર્ણ