"સિંગલ મધર"( ભાગ -૧૩)કિરણ એની મમ્મી સાથે વાતચીત કરતો હતો...એટલામાં કિરણના મોબાઈલની રીંગ વાગી.જોયું તો એની ફ્રેન્ડ મીનુંનો કોલ હતો.કિરણ બબડ્યો..હવે શું છે? એણે મને દગો કર્યો અને હવે કોલ કર્યા કરે છે. શું કામ હશે? કામ વગર ફોન કરે જ નહીં.છતાં કિરણે ફોન ઉપાડ્યો..મીનું..કિરણ..કોલ કટ કરતો નહીં. પહેલાં મને સાંભળ.કિરણ..સારું..બોલ.. મને સમય નથી. ઘરમાં અગત્યની વાત ચાલે છે.મીનું..સોરી.. કસમયે ફોન કરું છું..પણ તેં મારો કોલ કટ કરી દીધો હતો એટલે ફરીથી કોલ કર્યો છે. અગત્યની વાત એટલે તારા મેરેજની વાત ચાલે છે?કિરણ..એ મારે તને કહેવાની જરૂર નથી. તેં એ હક્ક ગુમાવી દીધો છે.મીનું..સોરી..પણ એમાં મારો વાંક નથી. હજુ પણ