શીર્ષક : ઉદ્ધરેદાત્મનાત્માનમ્©લેખક : કમલેશ જોષી આજકાલ ‘રફતાર કા કહેર’ના એટલે કે પુરપાટ વેગે દોડતી ગાડી એ બે પાંચને ઉડાવ્યાના સમાચારો લગભગ દરેક જિલ્લામાંથી આવવા લાગ્યા છે. જાણે રેસ લાગી હોય એમ દરેક ગામ કે શહેર આ સમાચારોમાં પોતાનું નામ નોંધાવી રહ્યું છે. સારા પીકઅપ વાળી ગાડી, સારા રસ્તા અને મગજમાં ભરાયેલી મસ્તી માણસને લીવર દાબવા અને બ્રેક ન મારવા ચેલેન્જ કરતા હોય છે, લલકારતા હોય છે એવું અમારા એક અનુભવી ડ્રાઈવર મિત્રનું માનવું હતું. કોઈ પણ ભોગે જિંદગીને હાઈ સ્પીડમાં માણી લેવાની લ્હાયમાં ને લ્હાયમાં માણસ જિંદગીનો પણ ભોગ લઇ લે એનાથી મોટી નુકસાની, લાલ બત્તી કે વોર્નિંગ કે