ભાગવત રહસ્ય -૨૭૦ ત્રીજી ગોપી કહે છે-કે-મા તમને હું શું કહું ? આજે દૂધ-દહીં ગોળીમાં ભરીને વેચવા જતી હતી.ત્યારે રસ્તામાં મને થયું કે મારી ગોળીમાં કનૈયો છે.મે ગોળી નીચે ઉતારીને જોયું તો ગોળીમાં મને લાલો દેખાણો.કનૈયો મને કહે -કે તારી ગોળીમાં રહેવું મને બહુ ગમે છે,ગોપી,તું મને વેચીશ નહિ.મને વિચાર થયો કે મારે કનૈયાને વેચવો નથી,એને હું મારે ઘેર લઇ જઈશ.હું તો તન્મયતામાં ઘેર આવી અને મારી ફજેતી થઇ.મા,જ્યાં જોઈ એ ત્યાં મને કનૈયો દેખાય છે. આ બુદ્ધિ-રૂપી ગોળીમાં જો કનૈયો હશે તો તેને સર્વ જગ્યાએ કનૈયો દેખાશે. બુદ્ધિમાં પરમાત્મા આવે તો તેને પરમાત્માનો અનુભવ થાય છે.ગોપીઓ બુદ્ધિમાં