ભાગવત રહસ્ય - 268

  • 444
  • 166

ભાગવત રહસ્ય -૨૬૮   જીવ ખૂબ જ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે,અને ઈશ્વર તેના પર કૃપા કરે છે.નિઃસાધન બની જે ભક્તિ કરે તે શ્રેષ્ઠ છે.નિઃસાધન બનવું એટલે –સાધન બધાં કરવાના પણ માનવાનું કે મારા હાથે કંઈ થતું નથી-એમ માનવું તે.એવા નિરાભિમાની થવાનું છે.પણ ઘણી વખત એવું થાય છે કે –મનુષ્ય સાધન કરે અને સાધનનું અભિમાન વધવા માંડે –એટલે તે પડે છે.પડવાનું નહિ પણ દીન બનીને રડવાનું છે.   બીજા કોઈ જીવને હલકા માનશો,તો હૃદય શુદ્ધ રહેશે નહિ. ચાર વાર નહાવાથી શું મનુષ્ય શુદ્ધ થાય છે ? એમ તો માછલાં ચોવીસે કલાક નદીમાં નહાય છે. પોતે