ભાગવત રહસ્ય -૨૬૭ દૂધ દોહવાનો સમય થાય એટલે બાંધેલાં વાછરડાંને છોડવામાં આવે છે,તે થોડું દૂધ પીવે પછી,દૂધ દોહવામાં આવે છે,પણ સમય ના થયો હોય અને તે પહેલાં વાછરડાંને છોડે તે શ્રીકૃષ્ણ.વાછરડાનો અર્થ થાય છે-વિષયાશક્ત જીવ.પરમાત્માની વિશિષ્ટ કૃપા થાય તો,બંધનમાંથી મુક્ત થવાનો સમય ના થયો હોય તો પણ –પરમાત્મા જીવાત્માને બંધનમાંથી છોડાવે છે.શાસ્ત્ર માં મુક્તિના બે પ્રકાર બતાવ્યા છે.(૧) ક્રમ મુક્તિ (૨) સદ્યોમુક્તિ.સમય આવ્યે (ક્રમથી સમય આવ્યે) મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ.પણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે.જીવ લાયક ના થયો હોય તો પણ જીવને ક્રમ પ્રમાણે નહિ,પણ તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ-કૃપામાર્ગ છે. ક્રમમુક્તિ એટલે -૮૪