ભાગવત રહસ્ય -૨૬૬ શંકરાચાર્યજીએ કહ્યું છે-કે- પરમાત્માનો સાક્ષાત્કાર થાય પછી,તેવા જ્ઞાનીને હાથે પાપ થતું નથી,અને કદાચ થાય તો દોષ તેના માથે જતો નથી.પણ પરમાત્માનો સાક્ષાત્કાર જેને નથી થયો,તેવા અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે.ચોરી કરવી જોઈએ નહિ તેવી આજ્ઞા શાસ્ત્ર આપે છે.પરમાત્મા જેને અપનાવે છે-પછી આખું જગત તેનું -જ – થઇ જાય છે.પછી તે ચોરી કરતો નથી.જે પરમાત્મા (આત્મા)ને ઓળખે છે,જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે,તે જ્ઞાની માટે શાસ્ત્ર નથી,તે શાસ્ત્ર-વિધિ-નિષેધથી પર થઇ જાય છે. શાસ્ત્ર પશુ માટે પણ નથી,શાસ્ત્ર મનુષ્ય માટે છે. કેટલાક લોકો કહે છે કે-કૃષ્ણ માખણ-ચોર છે,ચોરી કરે છે.તત્વ-દૃષ્ટિથી જોવા જાઓ,તો,ઈશ્વર સર્વના માલિક છે,જગતમાં જે બધું