બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-6 (અંતિમ પ્રકરણ)

  • 278
  • 108

 બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૬ (અંતિમ પ્રકરણ)         “ખટ..ખટ...!”         મોડી રાતે રમાકાન્ત ત્રિવેદીએ વિશાલના ઘરના દરવાજે ટકોરાં માર્યા.         કેટલીકવાર પછી દરવાજો ખુલ્યો. અંદર અથર્વને ઉભેલો જોઇને રમાકાન્ત સહેજ ગભરાયો પણ અને ચોંક્યો પણ.         “ઓહ..અ..વિશાલ..!” કંઈ ન સૂઝતાં રમાકાન્ત સહેજ ગભરાયેલાં સૂરમાં બોલ્યો “મારે પૈસા લેવાનાં છે...ઉધાર આપ્યા’તા...!”         “ઉધારી હું ચૂકવવાનો છું...!” ઠંડા કઠોર સ્વરમાં બોલી અથર્વે રમાકાન્તનો કોલર પકડ્યો અને તેને અંદર ખેંચ્યો.                 “અરે પણ..”         “મારી વાત કાન ખોલીને સાંભળ....!” રમાકાન્ત કંઈ બોલે એ પહેલાં અથર્વે દરવાજો બંધ કરી તેને દરવાજાની પાછળ દબોચીને એવા જ કઠોર સ્વરમાં કહ્યું.         “આજ પછી જો તે