અભિન્ન ભાગ ૪પ્રીતિ અને નિશા ગાર્ડનમાં છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. બંનેં પોતાની વાતોમાં મશગુલ હતી અને એટલામાં મહેશે દરવાજો ખોલ્યો અને બંને ભાઈએ પ્રવેશ કર્યો.તેની પાસે આવી મહેશ કહેવા લાગ્યો; "નિશા! શું કરે છે તું?"નિશાને કશું ના સમજાયું; "શું છે?"મહેશ હસી કરતા બોલ્યો; "યાર..., ભાભીના હજુ કાલે લગ્ન થયા છે અને તું એમની પાસે કામ કરાવે છે?"રાહુલ અને પ્રીતિની નજર એક થઈ અને પોતાનો બચાવ કરતા નિશા કહેવા લાગી; "અરે ભાઈ પણ હું તોહ ખાલી..."પણ એના વાક્યને અધવચ્ચે અટકાવી મહેશ કહેવા લાગ્યો; "બસ બસ હવે મને બધી ખબર છે."નિશાને આશ્વર્ય થયું; "અરે!!!"પણ મહેશે પોતાના હોઠ પર એક આંગળી મૂકી