આજના સૂરજ ની ચમક કંઈક અલગ જ હતી કારણ કે આજે આરાધના ના જીવનના સમીકરણો બદલાવા જઈ રહ્યા હતા. આજે આરાધના ખૂબ જ ખુશ હતી કારણ કે આરાધનાને પોતાને પણ ખબર નહી હોય કે કેટકેટલા વ્રત અને ઉપવાસ કરી નાખ્યા હશે એક સારા અને સાચા જીવનસાથી માટે.આજ એ બધા વ્રતની શ્રધ્ધાના ફળ રૂપે અમન સાથે તેની સગાઈ થવા જઈ રહી હતી.આરાધના અમનના કાળા કામથી, મેલી મુરાદથી અજાણ હજુપણ ઐવુ જ માની રહી હતી કે દરેક પુરુષ અથવા છોકરાને એવી જ ઈચ્છા હોય કે તેની પત્નિ રૂપ રૂપનો અંબાર હોય અને પોતાને સાચા દિલથી ચાહે.આરાધના તેના શ્યામ રંગને લીધે હંમેશા લોકોની