કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 132

  • 296
  • 98

ક્રીશાનો ફોન આવ્યો એટલે શિવાંગ પરીને કહીને પોતાની માધુરીના ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવીને તેને આલિંગન આપીને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો...અને પરી ઈંતજાર કરતી રહી કે ફરીથી પોતાની માધુરી મોમ ક્યારે ભાનમાં આવે...અને સાથે સાથે તે ડોક્ટર નિકેતને ફોલો કરતાં કરતાં બીજા પેશન્ટને ચેક કરવા માટે રાઉન્ડમાં નીકળી પડી...તે ડોક્ટર નિકેત સાથે રાઉન્ડમાં તો નીકળી પડી પરંતુ તેનું મન આજે વિચલિત હતું...જે ડોક્ટર નિકેતે નોટિસ કર્યું...બંને દરેક પેશન્ટનો એક વખતનો રાઉન્ડ પૂરો કરીને ડોક્ટર નિકેતની કેબિનમાં પ્રવેશ્યા..ડોક્ટર નિકેતે પરીને થોડી વ્યાકુળ જોઈને તેને પૂછી જ લીધું કે, "તમે કંઈક વિચારોમાં ખોવાયેલા હોય તેમ લાગે છે.."પરીએ પ્રશ્નાર્થ નજરે ડોક્ટર