બળેવના બીજા દિવસે મેં તમને કહ્યું કે અત્યારે કંઈ વાંધો નથી આવતો પણ બેનની ડિલિવરી નજીક છે અને ડિલિવરી પછી એ અહીં રહેવા આવશે ત્યારે શું કરીશું? શું ત્યારે આપણે મમ્મી પપ્પા સાથે એક રુમમાં સૂઈ જશું ? જેમ લગ્ન કરીને આવી ત્યારે સૂઈ ગયેલાં ? તમને કંઈ શરમ ન આવે પણ મને તો આવેને ? કંઈ તો વિચાર કરો. તો તમે કહ્યું કે પણ હું શું કરું ? આપણી પાસે પંખો લાવવા માટે પૈસા જ નથી ને મેં તમને કહ્યું હતું કે મારા બળેવના પૈસા છે તેમાંથી આપણે પંખો લઈ આવીએ. ને તમે માની ગયેલાં. ને તમે મને ઓફિસ