મિત્રો, ઘણા સમય પછી તમારી સમક્ષ ફરી અલગ અલગ ટૂંકી વાર્તાઓ રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તાઓનું મુખ્ય શીર્ષક “અંતરના દર્પણથી” રહેશે, જેમાં અલગ અલગ ટૂંકી વાર્તા રજૂ કરીશ.પાત્રો અને સ્થળ કાલ્પનિક છે જેની સૌએ નોંધ લેવી.ભાગ – 1 - માધુ ની વફાદારીઉનાળાની એ ધખધખતી ધોમ તપતા સૂરજની બપોર હતી. આટલી લૂ વા વા છતાં પણ લોકો પોત પોતાના જે કામ હતા અને જેમણે બહાર નીકળવું જ પડે તેમ હતુ તે ફરી રહ્યા હતા.આવા સમયે એક મજૂર વર્ગનો માણસ જેનું નામ માધુ હતુ તે પણ પોતાની પેંડલ રીક્ષામાં સામાન લાદવીને નીકળ્યો હતો. ધોમધખતો તડકો અને ચામડી ને તપવી નાખે