બિનજરૂરી ગુસ્સાથી દૂર રહીને ઘરમાં શાંતિ કેવી રીતે જાળવી?

  • 1.1k
  • 344

ઘરમાં પતિ-પત્ની તેમજ મા-બાપ છોકરાંના સંબંધોમાં એકબીજાને નહીં સમજી શકવાથી ગુસ્સો આવે છે. ઘણીવાર સામો ખોટું કરે છે એવું આપણને લાગે, એટલે પછી વઢીને, ગુસ્સો કરીને સામાને સુધારવાનો પ્રયત્ન કરીએ. પરિણામે અથડામણો, ક્લેશ અને મતભેદ વધી જાય છે અને ઘરમાં અશાંતિ સર્જાય છે. ક્યારેક વધુ પડતો ગુસ્સો થઈ જાય તો સંબંધોમાં પડેલી તિરાડ આખી જિંદગી સુધી સંધાતી નથી. ઘણીવાર આપણી ઈચ્છા હોય કે ગુસ્સો નથી કરવો, છતાં ગુસ્સો થઈ જાય છે.ક્રોધ બે પ્રકારે હોય છે. બીજાને દુઃખ આપે તેવો ઉઘાડો ક્રોધ અને પોતાને જ અંદર બાળે તેવો આંતરિક ક્રોધ કે અકળામણ. આપણો ક્રોધ સામા માણસને દુઃખદાયી ન થઈ પડે, એ