" આજે ઉષા આવવાની છે " અમલાએ સવારે બ્રેકફાસ્ટ કરતા કરતા એના પતિ મોહિતને કહ્યું. મોહિતે આશ્ચર્ય પૂર્વક અમલા સામે જોયું, એની આંખોમાં આશ્ચર્યની સાથે સાથે સવાલ હતો, કે કોણ ઉષા? અમલા ને મોહિતના લગ્નને 15 વર્ષ થઈ ગયા હતા એટલે અમલાએ તરત જ મોહિતની આંખોનો એ પ્રશ્ન વાંચી લીધો અને કહ્યું " કેમ મેં તમને થોડા દિવસો પહેલા વાત કરી હતી ને કે અમારી સોસાયટીમાં એક છોકરી રહેતી હતી ઉષા, એના ઘણા બધા લોકો સાથે ચક્કર હતા ને પછી ઘણા વર્ષથી એ લાપત્તા છે, એ કાલે મને શાક માર્કેટમાં મળી ગઈ, ને આજે એ આપણા ઘરે મને મળવા આવવાની