ગિરનારનો પ્રવાસ

  • 184

ગિરનારજૂનાગઢ શહેરની ભાગોળે આવેલ આ પર્વત વિશે ખૂબ લખાયું, કહેવાયું છે. જૂનાગઢ નજીક સાસણ કે આંબરડી જેવી જગ્યાએ સિંહ દર્શન ઉપરાંત ગિરનાર આરોહણ તો  જિંદગીની એક મસ્ટ વિઝિટ કહી શકાય.કહેવત છે કે ઊંચો ગઢ ગિરનાર ને વાદળથી વાતું કરે.. હા. એ 3672 ફૂટ ઊંચો પર્વત છે. આદિકાળથી અસ્તિત્વમાં છે. અને સાચે જ, જ્યારે વાદળો પસાર થાય ત્યારે શિખર વાદળમાંથી ડોકું કાઢતું હોય એમ થોડે નીચે વાદળો પસાર થાય છે.ગિરનારનાં 9999 પગથિયાં છે. વર્ષો અગાઉ, 1888ની સાલમાં ગિરનાર પર જપગથિયાં બનાવવા લોટરી ત્યારનાં રાજ્યે મૂકેલી. એ પગથિયાં બનાવતાં વીસ વર્ષો લાગેલાં. ગિરનાર આરોહણની સ્પર્ધાઓ દર વર્ષે થાય છે અને વિજેતા 50 મિનિટ જેવામાં