ભૂલ છે કે નહીં ? - ભાગ 40

એ સમયે મારા પપ્પાના એક શેઠ જે આપણા લગ્ન વખતે બહારગામ હતા એ આવ્યા અને એમણે પપ્પાને કન્યાદાનનું કવર આપ્યું. પપ્પાએ મને પૂછયું કે આ પૈસાનું તને શું અપાવું ? જે જોઈએ તે કહી દેજે તારા ઘરે પૂછીને. મને તો ત્યારે જ ઈચ્છા થઇ ગઈ હતી કે એમને કહી દઉં કે પંખો અપાવી દો પણ એકવાર તમને પૂછવું પડે ને એેટલે મેં કઈ ના કહ્યું. ઘરે આવીને મેં વાત કરી તો તરત જ મમ્મીએ કહી દીધું કે તારા પપ્પાને કહી દેજે કે આપણે ત્યાં જ્યુસ મશીન નથી તો એ લઈ આપે. મેં તમારી સામે જોયું પણ તમે તો કંઈ બોલ્યા