વહેલી સવારની હલચલ એટલી જ હતી જેટલો રાત્રિનો શોર. વહેલા ઉઠીને અંગ વ્યાયામ કરવાવાળા અને ચાલવાવાળા પોતાની રોજની દિનચર્યા પ્રમાણે નીકળેલા. રસ્તામાં આમ-તેમ વિખરાયેલા પાંદડા પવનના હળવા ઝપાટા સાથે ઉડતા નજરે પડી રહ્યા હતા. નાનકડા શહેરના રસ્તાને ચોખ્ખો કરવાની જવાબદારી શીરે ઉપાડેલા સરકારી કામદારો હાથમાં લાંબા હાથાવાળા ઝાડુ લઈને પોતાનું કામ કરી રહ્યાં હતા અને બચી ગયેલા રસ્તા પર પડેલા પાંદડાને પગ વડે કચડી લોકો ચાલતા હતા.પોતાના કાનમાં હેન્ડસપ્રિ લગાવી પોતાના ભાઈના ડગલે ડગલાં મેળવી મહેશ રાહુલ સાથે મોર્નિંગ જોગિંગ કરી રહ્યો હતો. જોર-શોરથી ગીત સાંભળી રહેલા મહેશને આજુ- બાજુમાં શું ચાલી રહ્યું છે તેની ખબર જ નહોતી. બસ પોતાની મસ્તીમાં