સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -3

  • 218
  • 56

રાત્રીના સમયે સોસાયટીના ગેટ સામે રાખેલ બે બાંકડા પર ચાર પાંચ સિનિયર સિટીઝન બેઠા છે, સોસાયટીની અંદરની બાજુએ બાળકો રમી રહ્યા છે, ને અમુક લોકો વોકિંગ કરી રહ્યા છે, ને સોસાયટીના ગેટ પર....સોસાયટીના ગેટ પર વોચમેન પોતાનું કામ કરી રહ્યા છે. વોચમેનના કામમાં એવું છે કે, સોસાયટીના ગેટ પરતો બુમબેરીયર લગાવેલું છે, એટલે સોસાયટીમાં રહેતા કોઈ પણ સભ્યની ગાડી આવે, એટલે એ ગાડી પર લાગેલ સ્ટીકરને કારણે, બુમ બેરીયર તો એની મેળે ખુલી જાય છે. પરંતુ હા, જ્યારે કોઈ એકલ દોકલ વિઝિટર, કે પછી કોઈ ગેસ્ટ આવતા જતા રહે, ત્યારે એમની એન્ટ્રી કરવાનું કામ એ વોચમેન કરતા રહેતા હતા. હવે આ થઈ બિલકુલ સરળ,