ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 23રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવસંતપંચમીસાહિત્ય, સંગીત અને કળાનાં દેવી,વીણાવાદિની, જ્ઞાનદાત્રી દેવી મા,બ્રહ્મા અને બ્રહ્માણી જેનાં જન્મદાતા,થયાં ઉત્પન્ન જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાનઅંશરૂપે,આપે વરદાન મનુષ્યો, દેવ, દાનવોને,વિદ્યારૂપી સંસ્કાર કરો ગ્રહણ સૌ!જન્મદિન એમનો વસંતપંચમી,એટલે જ તો થાય શરૂઆત અભ્યાસની!અપાય અક્ષરજ્ઞાન બાળકને સૌપ્રથમ,હોય વસંતપંચમીનો દિવસ જ્યારે!કરું હું વંદન મા સરસ્વતીનાં ચરણોમાં,પ્રાર્થુ એમની કૃપા સદાય મુજ પર!વેલેન્ટાઈન અઠવાડિયુંશરુ થયું વેલેન્ટાઈન અઠવાડિયું,વધશે થનગનાટ યુવા હૈયામાં!હોય જ્યાં લાગણી અને પ્રેમ,ક્યાં જરુર છે કોઈ ખાસ દિવસની?આપી મોંઘીદાટ ભેટો એકબીજાને,કરશે પ્રયત્નો પ્રેમીજનો ઘણાં,રાખવા ખુશ એકમેકને!એક હુંફાળું આલિંગન,સમય એકબીજા સાથેનો,ક્યાં સસ્તા છે કોઈ ભેટથી?રહે પ્રેમ અને લાગણી જીવનભર,બસ, એ જ તો છે,જીવનની સૌથી મોટી ભેટ!રોઝ ડેવેલેન્ટાઈન અઠવાડિયાનો પહેલો