નો સ્મોકીંગ

  • 198
  • 74

આજે લગભગ બે મહિના પછી શ્રેયા, રોહનને મળવા જઈ રહી છે. અમદાવાદ સ્ટેશન પર પહોંચીને, ઝડપથી વડોદરાની ટિકિટ કઢાવી અને 8.20 વાગ્યે ઉપડતી વડોદરા લોકલના સેકન્ડ ક્લાસના કંપાર્ટમેન્ટમાં ચઢે છે. બેસવાની જગ્યા નથી. સારી એવી ભીડ છે. તે દરવાજા પાસેની ખાલી જગ્યામાં ઉભી છે. ટ્રેન ઉપડે છે, ધીમે ધીમે ગતિ પકડે છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. એની નજર કંપાર્ટમેન્ટના દરવાજા પાસે નીચે બેઠેલા એક વૃદ્ધ દંપતી પર પડે છે. વૃદ્ધ બેઠા-બેઠા માટીની નાની ચલમ ફૂંકી રહ્યા છે. હવાનો રૂખ શ્રેયા તરફ હોવાથી ચલમનો ધુમાડો એનાં મોં પર આવી રહ્યો છે. તેને ગુસ્સો આવી રહ્યો છે.