ભાગવત રહસ્ય -૨૬૫ બાલકૃષ્ણ ધીરે ધીરે મોટા થયા છે.ત્રણ વર્ષ પૂરાં થયા અને ચોથું બેઠું છે. મનસુખ,મધુમંગલ,શ્રીદામા –વગેરે મિત્રો સાથે રમવા જાય છે.કેટલાક ગરીબ ગોવાળ ના છોકરા બહુ દુર્બળ હતા.કનૈયો કહે છે-મનસુખ તું બહુ દુબળો છે,આવો દુર્બળ મિત્ર મને ગમે નહિ,તું મારા જેવો તગડો થા.મનસુખ રડવા લાગ્યો,કહે છે-કે- તું તો રાજા નો દીકરો છે,તારી મા તને રોજ માખણ ખવડાવતી હશે,કનૈયા અમે ગરીબ છીએ,માખણ ક્યાંથી ખાઈ શકીએ? લાલા,મને તો દૂધ પણ મળતું નથી,મારે તો છાશ પીવી પડે છે,મને પણ કોઈ માખણ ખવડાવે તો તારા જેવો તગડો થાઉં. શ્રીકૃષ્ણ પૂછે છે-કે તારા ઘરમાં ગાયો છે કે નહિ ?માખણ થાય છે