ભાગવત રહસ્ય -૨૬૪ એ દૃશ્યની કલ્પના કરવા જેવી છે,હમણાં સુધી વૈશ્યના છોકરા ના (કૃષ્ણના) ખીરને અડી જવાથી જે,ગર્ગાચાર્ય- નવી રસોઈ બનાવે છે, તે જ બ્રાહ્મણ અત્યારે લાલાના હાથ થી કોળિયો લઇ રહ્યા છે.બીજી બાજુ યશોદા મા જાગ્યાં,જોયું,તો -લાલો ગોદમાં ના મળે,એકદમ હાંફળા-થઇ ગયા ને વિચારે છે-કે-લાલો ગયો ક્યાં ? જુએ છે તો,કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેઠેલો છે,મહારાજ હાથ જોડી ને બેઠા છે,અને કનૈયો મહારાજને ખીર ખવડાવે છે. યશોદાજી આ કૌતુકને જોઈ રહ્યાં છે.વિચારે છે-કે-આ બ્રાહ્મણ પણ કેવા છે ?એક વખત જેના અડી જવાથી, ખીર ખાધી નહિ,તે અત્યારે તેના હાથે જ ખીર ખાય છે.યશોદાજી કનૈયાને લેવા મહારાજની નજીક આવ્યા છે,ત્યાં બીજું