ભાગવત રહસ્ય -૨૬૩ યશોદા મા હવે ગર્ગાચાર્યને કહે છે-કે-નાદાન છોકરો છે,તેને અક્કલ નથી,બાળક છે, ભૂલ થઇ છે,તમે ક્ષમા કરો.ગર્ગાચાર્ય કહે છે-કે ક્ષમા તો કરું પણ આ ખીર મારાથી કેવી રીતે ખવાશે ?ફરીથી ખીર બનાવવી પડશે.યશોદા મા કહે છે-કે- મહારાજ તમે ફરીથી ખીર બનાવો.યશોદાજીનો પ્રેમ એવો હતો કે-મહારાજ ફરી રસોઈ કરવા તૈયાર થયા છે,મહારાજે ઘડો ઉઠાવ્યો,અને યમુનાજી માં ફરીથી સ્નાન કરવા ગયા છે. યશોદાજી વિચારે છે કે –હવે આ બ્રાહ્મણ જમે નહિ ત્યાં સુધી લાલાને છોડવો નથી.યશોદા લાલાને ખોળામાં લઈને ઓટલે બેઠાં છે.કનૈયો બહાર આવે ત્યારે કોયલને,મોરને બહુ આનંદ થાય છે.કોયલ કુહુ કુહુ- કરે અને લાલો પણ સામે તેના