ભાગવત રહસ્ય - 262

  • 194
  • 62

ભાગવત રહસ્ય -૨૬૨   એક ગોપી,દહીં,દૂધ,માખણ-વેચવા નીકળી છે. મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલે છે.કૃષ્ણ-પ્રેમમાં દેહભાન ભૂલી છે.તેને બોલવું જોઈએ “દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી. તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે “કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “ “ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી” કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી.   લાલા ને કાને આ શબ્દ પડ્યો. “આ તો જબરી છે,મને વેચવા નીકળી છે” તે જ વખતે રસ્તામાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે અને ગોપીને કહે છે-કે- અરી ગોપી,હું