ભાગવત રહસ્ય - 261

ભાગવત રહસ્ય -૨૬૧   ગોપી કહે છે-કે-ચતુર્ભુજ નારાયણને હું વંદન કરું છું.પણ નારાયણને ચાર હાથ હોવાથી તેઓ થોડા બેડોળ લાગે છે,પણ મારો બે હાથ વાળો કનૈયો અતિ સુંદર છે. તેથી તે શ્રેષ્ઠ છે.વૈકુંઠના નારાયણ,રાજાધિરાજના જેમ અક્કડમાં ઉભા રહે છે,તમારી સાથે બોલતા પણ નથી,તેથી તેઓમાં જરા અભિમાન હોય તેમ લાગે છે,ત્યારે અમારો કનૈયો તો અમારી સાથે બોલે છે,અમારી સાથે રમે છે,અમારી સાથે ફરે છે,એ તો વગર બોલાવ્યે મારે ઘેર આવે છે,મારામાં કોઈ સૌન્દર્ય નથી,કંઈ નથી,છતાં મારી પાછળ પાછળ આવે છે.શું વૈકુંઠના નારાયણ વગર આમંત્રણે ઘેર આવશે? પણ મારા કનૈયામાં જરાય અભિમાન નથી,માખણ માટે મારી પાછળ પાછળ વગર આમંત્રણે આવે છે,મારી પાસે